મેં ભી ગાંધી - Human Behaviour Changing & Value Empowerment Program ( Digital )
વર્તમાન સમયમાં દેશ સિસ્ટમની મુખ્ય સમસ્યાઓ (સ્વચ્છતા-જળસંચય-આદર્શ નાગરિકતા,અન્નનો બગાડ વિગેરે..) તથા ક્લાઇમેન્ટ ચેન્જ જેવી વૈશ્વિક સમસ્યાઓના મૂળમાં નાગરિકોની નકારાત્મક ,બેજવાબદાર બીહેવીયર/વર્તણુક તથા મૂલ્યો વિપરીત કાર્ય પદ્ધતિ જવાબદાર છે .આ વિષયમાં બદલાવ લાવવા માટે મહાત્મા ગાંધીજીની ફિલોસોફી_કાર્ય પ્રવૃત્તિ આજે પણ પ્રેરણાત્મક ,પરિણામલક્ષી , અસરકારક અને રેવલેન્ટ છે.નાગરિકોના રોજિંદા જીવનને ગાંધી પ્રવૃત્તિ - ફિલોસોફી સાથે જોડી વર્તણુક બદલાવ માટે જરૂરી પ્રોસેસ માટે " મેં ભી ગાંધી " ચેલેન્જ ડિઝાઇન કરવામાં આવી છે.
મેં ભી ગાંધી ચેલેન્જ અંતર્ગત સ્પર્ધકને ગાંધી ફિલોસોફી_પ્રવૃત્તિના મૂળ વિચાર-મહાવર્તો જેવા કે સ્વચ્છતા,પર્યાવરણ,આદર્શ નાગરિકતા,સત્યના પ્રયોગો,જળસંચય ,પ્રમાણિકતા આધારિત પ્રવૃત્તિ સભર 22 રસપ્રદ ટાસ્ક આપવામાં આવ્યા છે. ચેલેન્જ અંતર્ગત સ્પર્ધક પ્રામાણિકતાથી પોતાના ટાસ્ક નિયત સમયમાં પૂર્ણ કરી " મેં ભી ગાંધી " બની આદર્શ નાગરિકની દિશામાં આગળ વધશે અને રાષ્ટ્નિર્માણ તથા ક્લાઈમેટ ચેન્જના વિષયમાં પોતાનું મહત્તમ યોગદાન આપશે...